નૅશનલ ક્રાઈમ રેકૉર્ડ્સ બ્યુરોના આંકડા પ્રમાણે ૨૦૧૨ની સાલમાં ૧૩,૫૭૪ ખેડૂતે આત્મહત્યા કરી, ૨૦૧૩ની સાલમાં ૧૧,૭૭૨ અને ૨૦૧૪ની સાલમાં ૫,૬૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી.
આ આંકડા ઉછાળીને કહેવામાં આવે છે કે જુઓ, ભારતમાં ખેડૂતોની હાલત કેટલી દયાજનક છે - હજારો ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે, સરકાર ખેડૂતો માટે કંઈ કરતી જ નથી. આવું કહેવામાં પોલિટિશ્યનો (કોઈ પણ પક્ષના) હોવાના અને મીડિયા પણ આ આંકડાઓના આધારે સરકારને ઝૂડવામાં બાકી નહીં રાખે. આ બધું જોઈ-સાંભળીને કે વાંચીને આપણે પણ માનતા થઈ જઈએ કે વાત તો સાચી છે, સરકાર ખેડૂતો માટે કંઈ કરતી નથી.
સ્કૂલ કે કૉલેજમાં ભણતો કોઈ છોકરો કે યુવાન પ્રેમમાં નાસીપાસ થઈને આત્મહત્યા કરે છે ત્યારે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે એવું ન કહેવાય, નિષ્ફળ પ્રેમીએ આત્મહત્યા કરી છે એવું કહેવાય. બૅન્કમાં કામ કરતો કોઈ માણસ આવેશમાં આવીને એની બેવફા પત્ની તથા પત્નીના પ્રેમીની હત્યા કરે છે ત્યારે એક બૅન્ક કર્મચારીએ આ ખૂન કર્યાં છે એવું ન કહેવાય, એક ભગ્નહૃદયી કે ઈર્ષ્યાળુ પતિએ હત્યાઓ કરી છે એવું કહેવાય. કારણ કે આ આત્મહત્યા સાથે વિદ્યાર્થીના અભ્યાસને કોઈ લેવાદેવા નથી કે આ હત્યાઓ સાથે ખૂનીની બૅન્કની જવાબદારીઓ સાથે કોઈ લેવાદેવા નથી. વિદ્યાર્થી કે બૅન્ક કર્મચારી તરીકેની ઓળખાણ આપણને મિસલીડ કરતી હોય છે.
ગયા અઠવાડિયે રૂપર્ટ મર્ડોકની માલિકીના ટીવી નેટવર્ક સ્ટાર ઇન્ડિયા તરફથી ભારતના તમામ મેજર મીડિયા હાઉસને એમના ઍડવોકેટ તરફથી નોટિસ મળી. નોટિસમાં ચેતવણી આપવામાં આવી કે તમે લોકો શીના મર્ડર કેસનું રિપોર્ટિંગ કરતી વખતે આરોપી ઈન્દ્રાણી મુખર્જીના પતિ પીટર મુખર્જીની ઓળખાણ સ્ટાર - ઇન્ડિયાના ભૂતપૂર્વ સી.ઈ.ઓ. તરીકે આપો છો તે ખોટું છે. પીટર મુખર્જી સ્ટાર-ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઈઓ છે પણ આ મર્ડર કેસમાં જ્યારે જ્યારે પીટર મુખર્જીનો ઉલ્લેખ થાય છે ત્યારે એ સ્ટાર ઇન્ડિયાના સીઈઓ હતા એટલા માટે નથી થતો, તેઓ ઈન્દ્રાણી મુખર્જીના પતિ છે એટલે આ કેસ સાથે એમનો વાસ્તો છે. માટે કૃપા કરી આ મર્ડર કેસના સંદર્ભમાં સ્ટાર-ઇન્ડિયાનો નામોલ્લેખ બંધ કરો અન્યથા તમારા પર બદનક્ષીનો દાવો માંડીને આબરૂની નુકસાની માટે કેસ કરવામાં આવશે. નોટિસ મળતાં જ મીડિયાએ પીટર મુખર્જી સાથે એમની ભૂતપૂર્વ માલિક-કંપનીનો ઉલ્લેખ કરવાનું બંધ કરવું પડ્યું.
કોઈને બદનામ કરવા માટે મીડિયા જ નહીં આપણે સૌ - તું નહીં તો તારો બાપ એવો, તારો પાડોશી એવો, પાડોશીનો સાળો એવો-ની હદ સુધી નીચે ઊતરી જઈએ છીએ. ઈન્દ્રાણી મુખર્જીનો ભૂતકાળ કેવો છે, એનો સ્વભાવ કેવો છે કે એનું ચારિત્ર્ય કેવું છે એની સાથે શીનાની હત્યાને કોઈ લેવાદેવા નથી. ઈન્દ્રાણીએ શીનાની હત્યા કરી છે કે નહીં અને જો કરી હોય તો શું કામ કરી છે એનું જ માત્ર મહત્ત્વ છે. આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં પણ રાજેશ-નૂપુર તલવારનાં ચારિત્ર્ય પર કાદવ ઉછાળવામાં આવ્યો હતો. અહીં શીના મર્ડર કેસ વિશે ચર્ચા કરવા પધારેલા એક સિનિયર પત્રકારે એક પ્રતિષ્ઠિત ટીવી ચૅનલ પર કહી દીધું કે ઈન્દ્રાણીએ મને કહ્યું હતું કે નાનપણમાં એના સાવકા બાપે એને મોલેસ્ટ કરી હતી. આ વાત બીજે દિવસે એક છાપામાં આઠ કૉલમના બૅનર સાથે ઉછાળવામાં આવી. ઈન્દ્રાણી સાથે જો આવું થયું પણ હોય તો આ ખૂન કેસ સાથે એને શું લેવાદેવા? ઈન્દ્રાણી મર્ડરર હોય તો એને સજા થવી જ જોઈએ. કડકમાં કડક સજા થવી જોઈએ. પણ હજુ કેસનું ઈન્વેસ્ટિગેશન તો પૂરું થવા દો. કોર્ટમાં બેઉ પક્ષોની દલીલો શરૂ થઈને ફાઈનલ સ્ટેટમેન્ટ સુધી પહોંચવા દો.
સેક્સની બાબતમાં અત્યંત ચારિત્ર્યવાન વ્યક્તિ પણ ખૂન કે બીજા ગુના કરી શકે છે અને આ બાબતે કૅરેક્ટરલેસ ગણાતી વ્યક્તિ ખૂન કે બીજા કોઈ પણ ગુના કરવાથી જોજનો દૂર રહી શકે છે. સ્ટાર - ઇન્ડિયાએ પોતાના નામને પીટર મુખર્જી સાથે ન સાંકળવા માટે વકીલની નોટિસો ફટકારવી પડી તે આ જ કારણસર. પીટર મુખર્જીએ સ્ટાર-ઇન્ડિયાના સીઈઓની ફરજ બજાવતી વખતે કે ફરજના એક ભાગરૂપે કોઈ ગેરકાનૂની કૃત્ય કર્યું હોય તો એમની કંપનીનું નામ એમની સાથે જોડાય તે સ્વાભાવિક છે. પણ જે મામલામાં આ કંપનીનો કોઈ હાથ જ નથી એમાં કેવી રીતે તમે કંપનીને બદનામ કરી શકો. આમ છતાં પોલીસ અને મીડિયા ઊંધું નાખીને પ્રતિષ્ઠિત નામોને ગુનાહિત કૃત્યમાં સંડોવતી હોય છે. દાખલા તરીકે ડોમિનોઝમાં કામ કરતો કોઈ ડિલિવરીમૅન બળાત્કારના કેસમાં ફસાય તો મીડિયા ચિલ્લાશે - ડોમિનોઝનો કર્મચારી રેપ કેસમાં પકડાયો. અરે ભલા માણસ, આમાં ડોમિનોઝ પિક્ચરમાં જ ક્યાં છે. નાહકના શું કામ તમે કોઈ પ્રતિષ્ઠિત બ્રાન્ડની આબરૂ ખરડો છો? પણ પોલીસ - પ્રેસને આવું કરવું ગમતું હોય છે. કોઈ એક નૉનડિસ્ક્રિપ્ટ આદમીના ન્યૂઝમાં લોકોને રસ નહીં પડે. ડોમિનોઝનો કર્મચારી - એવું કહીશું તો બધાના આંખકાન સરવાં થઈ જશે.
ખેડૂતોની આત્મહત્યાની બાબતમાં આવું જ બની રહ્યું છે. નૅશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોએ આપેલા આંકડા ઉપર જઈને ફરી વાંચો. અને હવે આગળ વાંચો. આ ખેડૂતોમાંથી ખેતીનાં કારણોસર આત્મહત્યા કરનારાઓની સંખ્યા આ મુજબ છે: ૨૦૧૨માં ૧,૦૬૬, ૨૦૧૩માં ૮૯૦ અને ૨૦૧૪માં ૧,૪૦૦. ફરક ધ્યાનમાં આવ્યો તમારા? આ જે તફાવત છે આંકડાનો તે શું કામ છે? એ તફાવતવાળા આંકડામાંના ખેડૂતોએ ખેતીના કામકાજને લગતાં કારણોસર આત્મહત્યા નથી કરી, પરંતુ પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે, નપુંસકતાને કારણે, માંદગીને કારણે, ડ્રગ એડિક્શનને કારણે, ફૅમિલી પ્રૉબ્લમ્સને કારણે, પ્રોપર્ટી ડિસ્પ્યુટને કારણે તેમ જ બીજાં ‘બિનખેતી વિષયક’ કારણે આત્મહત્યા કરી હતી એવું પોલીસ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. ૨૦૧૨માં ભારતમાં ૨૫૮૦૭૫ લોકોએ આત્મહત્યા કરી. આમાંથી ખેતીનાં કારણોસર આત્મહત્યા કરનારા ખેડૂતો કેટલા? તમે જોયું કે ૧,૦૬૬.
જેમ વિદ્યાર્થી ‘બિન-અભ્યાસ’ કારણોસર આત્મહત્યા કરે એવું જ. કોઈ આર્કિટેક્ટ, ડૉક્ટર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કે પત્રકાર પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે, નપુંસકતાને કારણે, માંદગીને કારણે કે વગેરે વગેરે કારણોસર આત્મહત્યા કરે (જેને એના પ્રોફેશન સાથે કોઈ લેવાદેવા નથી) એમ જેનો વ્યવસાય ખેતીનો હોય તે પણ ખેતી સાથે કોઈ લેવાદેવા ન હોય એવાં કારણોસર આત્મહત્યા કરી શકે છે.
મુંબઈમાં ૨૦૧૪ની સાલમાં રોજના સરાસરી ૯ લોકો લોકલ ટ્રેનના અકસ્માતમાં મર્યા. ભારતભરમાં માર્ગ અકસ્માતમાં ૨૦૧૩માં કુલ ૧,૩૭,૦૦૦ લોકો મર્યા. કોઈ કહેતું નથી કે દર વર્ષે રોડ એક્સિડન્ટમાં ચાર હજાર ડૉક્ટરો મરી જાય છે (આ આંકડો કલ્પિત છે) એટલે ડૉક્ટરોની સુરક્ષા માટે સરકારે કંઈક કરવું જોઈએ કે પછી મુંબઈમાં દરરોજ ત્રણ પટાવાળા (આ આંકડો પણ કલ્પિત છે) મરી જાય છે એટલે એમના માટે ગવર્ન્મેન્ટ કોઈ સ્કીમ બનાવવી જોઈએ.
ખેડૂતોની આત્મહત્યાના આંકડા બઢાવીચઢાવીને કહેવામાં આવે છે, કારણ કે આમાં પોલિટિશ્યનોનો વેસ્ટેડ ઈન્ટરેસ્ટ છે. વોટબૅન્ક તો છે જ મોટી, ઉપરાંત કરોડોના રાહત પૅકેજ એનાઉન્સ કરાવીને પોતાને પણ એમાંથી લાડવો મળી જાય એવું કરવું છે. અને મીડિયાનું તો શું છે? વર મરો, ક્ધયા મરો, મીડિયાનું તરભાણું ભરો.

સૌરભ શાહ
No comments:
Post a Comment